
યશસ્વી જયસ્વાલે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં જ એટલા બધા રેકોર્ડ બનાવ્યા કે તેની ગણતરી કરવી મુશ્કેલ બની ગઈ. યશસ્વીએ ઘણા રેકોર્ડ તૂડયા અને ઘણા નવા રેકોર્ડ બન્યા. જયસ્વાલે પોતાના જન્મ પહેલાનો જ આ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

મોહમ્મદ અઝહરુદ્દીને તેની પ્રથમ મેચ 1984-85માં કોલકાતામાં રમી હતી. તેઓ મેચમાં પાંચમા નંબરે બેટિંગ કરવા આવ્યા હતા. તેમણે 110 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. અઝહરુદ્દીને 322 બોલ રમ્યા હતા.

ત્યારથી લગભગ 39 વર્ષ વીતી ગયા છે, પરંતુ આ રેકોર્ડ હજુ પણ અતુટ હતો. આ જ મેચમાં રવિ શાસ્ત્રીએ પણ 357 બોલમાં 111 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ આ મેચ તેમની ડેબ્યૂ નહોતી.

આ પછી વર્ષ 1996માં સૌરવ ગાંગુલીએ ડેબ્યૂમાં 301 બોલમાં 131 રન બનાવ્યા હતા, જ્યારે વર્ષ 2013માં જ્યારે રોહિત શર્માએ ડેબ્યૂ કર્યું ત્યારે તેણે પણ 301 બોલમાં 177 રન બનાવ્યા હતા.

પરંતુ હવે યશસ્વી જયસ્વાલ આ બધાથી આગળ નીકળી ગયો છે. તેણે પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 387 બોલ રમ્યા હતા .