
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસે ભારત પર પ્રભુત્વ જમાવ્યું હતું. ત્રીજા અને અંતિમ સેશનના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 327/3 હતો. સ્મિથ અને ટ્રેવિસ હેડ વચ્ચે 251 રનની પાર્ટનરશિપ થઈ હતી. સ્મિથ હાલમાં 95 રન અને ટ્રેવિસ હેડે 146 રન સાથે રમી રહ્યા છે. મેચ દરમિયાન ભારતીય બોલર્સની શાનદાર બોલિંગ પર સ્મથના રિએક્શન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

ફાઈનલ મેચના પ્રથમ સેશનમાં સિરાજની ઓવરમાં લાબુશેન ઘાયલ થયો હતો. તેના હાથમાંથી બેટ પણ છૂટી ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. બીજા સેશનની બીજી જ ઓવરમાં શમી એ લાબુશેનને શાનદાર અંદાજમાં બોલ્ડ કર્યો હતો.

ટ્રેવિસ હેડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સેન્ચુરી ફટકારનાર પહેલો ખેલાડી બન્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પેટ કમિંગ તેમના કરિયરની 50મી ટેસ્ટ મેચ રમી રહ્યા હતા. સિરાજે મેચની શરુઆતમાં જ ખ્વાજાને 0 રન પર આઉટ કરીને ઓસ્ટ્રેલિયન ટીમની ચિંતા વધારી હતી.
Published On - 11:23 pm, Wed, 7 June 23