WPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સતત બીજી મેચમાં હાર, મુંબઈ ઈન્ડિયન્સે 7 વિકેટે હરાવ્યું
WPL 2024માં શનિવારે રમાયેલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે જ WPL 2024ના પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ ફરી ટોપ પર આવી ગયું છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચોથા સ્થાન પર જ છે. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 132 રનનો ટાર્ગેટ હતો, જે તેમણે 15.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.
1 / 5
રેગ્યુલર કેપ્ટન હરમનપ્રીતની ગેરહાજરીમાં નેટ સાયવર બ્રન્ટની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું.
2 / 5
સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને સતત બીજી મેચમાં હારનો સામનો કરવા પડ્યો હતો.
3 / 5
મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 132 રનનો ટાર્ગેટ હતો, તેમણે 15.1 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી મેચ જીતી લીધી હતી. મુંબઈ તરફથી એમેલિયા કેરે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં નેટ સાયવર બ્રન્ટ, પૂજા વસ્ત્રાકરે બે-બે વિકેટ લીધી હતી.
4 / 5
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી એલિસ પેરીએ સૌથી વધુ 44 રન બનાવ્યા હતા, જ્યારે બોલિંગમાં સોફી ડિવાઈન, જ્યોર્જિયા વેરહામ અને શ્રેયંકા પાટીલે એક-એક વિકેટ લીધી હતી.
5 / 5
મુંબઈ ઈન્ડિયન્સ આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં ફરી એકવાર ટોપ પર પહોંચી ગયું છે. 4 મેચમાં 3 જીતની મદદથી મુંબઈના 6 પોઈન્ટ છે. મુંબઈ બાદ બીજા ક્રમે દિલ્હી કેપિટલ્સની ટીમ છે. ત્રીજા ક્રમે યુપી વોરિયર્સ છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચોથા સ્થાને છે. ગુજરાત જાયન્ટ્સ હજી સુધી એક પણ મેચ જીતી શક્યું નથી અને 0 પોઈન્ટ સાથે છેલ્લા સ્થાને છે.