વર્લ્ડ કપની મેચ હાર્યા બાદ જ્યારે વિરાટ કોહલી અનુષ્કા શર્માને મળ્યો, પત્ની અનુષ્કાએ કર્યું આવું, જુઓ ફોટો
ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમનું ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું હતું. ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હારી હતી. મેચમાં હાર મળતા ચાહકો નિરાશ થયા હતા.