
ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમે પોતાની નવી જર્સી લોન્ચ કરી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમની નવી જર્સીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી જર્સીમાં INDIA લખેલું પણ જોવા મળે છે. હવે તમે વિચારતા હશો કે પાકિસ્તાનની જર્સી પર ભારતનું નામ કેવી રીતે હોઈ શકે.

તેનું કારણ એ છે કે વર્લ્ડ કપ 2023 ભારતમાં આયોજિત થવા જઈ રહ્યો છે. નિયમો અનુસાર, વર્લ્ડ કપની જર્સી પર લોગોની સાથે યજમાન દેશનું નામ અને વર્ષ પણ લખવું જરૂરી છે. આ નિયમ હેઠળ પીસીબીએ પોતાની નવી જર્સી પર ભારતનું નામ લખાવ્યું છે.

પાકિસ્તાન વર્લ્ડ કપ 2023ની શરૂઆત નેધરલેન્ડ સામેની મેચથી કરશે. બંને ટીમો વચ્ચેની મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમને અત્યાર સુધી માત્ર એક જ વાર વર્લ્ડ કપમાં સફળતા મળી છે. ગ્રીન ટીમે વર્ષ 1992માં ઈમરાન ખાનના નેતૃત્વમાં પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યો હતો. દરમિયાન ઈમરાન એન્ડ કંપનીએ ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને હરાવીને ટાઈટલ કબજે કર્યું હતુ.