બસ આટલી જ સેલરી મેળવીને ભારતીય ક્રિકેટરોએ જીતાડ્યો 1983 WC, ભારતીય ટીમની સેલેરી સ્લિપ થઈ Viral
1983 Players Match Fee: આજે ભારતીય ક્રિકેટરોને કરોડો રુપિયાની સેલેરી અને લાખો રુપિયા ખર્ચીને લકઝરી સુવિધા આપવામાં આવે છે. પણ 1983ના વર્લ્ડ કપ સમયે કપિલ દેવની ટીમે મામૂલી સેલરીમાં દેશને મોટું ગૌરવ અપાવ્યું હતુ.
1 / 5
વર્ષ 1983નો ક્રિકેટ વર્લ્ડ કપ ભારતીય ક્રિકેટ ટીમ માટે ઐતિહાસિક હતો. કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ જેવી ખતરનાક ટીમ સામે ફાઈનલમાં જીત મેળવી પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો હતો. (PC Credit - ICC)
2 / 5
આ ઐતિહાસિક વર્લ્ડ કપ પર ડાયરેક્ટર કબીર ખાને શાનદાર ફિલ્મ પણ બનાવી હતી. જેમાં અભિનેતા રણવીર સિંહે, કપિલ દેવનું પાત્ર ભજવ્યૂ હતુ. આ ફિલ્મને કારણે ટીમના ખેલાડીઓ ફરી ચર્ચામાં આવ્યા હતા. (PC Credit - ICC)
3 / 5
ટ્વિટર પર હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને મેનેજર બિશન સિંહ બેદીની સેલરી સ્લિપ વાયરલ થઈ રહી છે. તેમની તે સમયની સેલેરી જાણીને તમને નવાઈ લાગશે. (PC Credit - ICC)
4 / 5
ભારતીય ખેલાડીઓને એક મેચ દીઠ દૈનિક ભઠ્ઠા રુપે 600 રુપિયા, મેચ ફીસ 1500 રુપિયા એટલે કે કુલ 2100 રુપિયાની સેલેરી મળતી હતી. વાયરલ થયેલા ફોટોમાં સપ્ટેમ્બર મહિનાની સેલેરી સ્લિપ જોવા મળી રહી છે. આ સ્લિપ વર્લ્ડ કપ જીત્યાના 2 મહિના પછીની છે. સેલેરી સ્પિલનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, TV9 ગુજરાતી આ ફોટોની પુષ્ટિ કરતુ નથી. (PC Credit - Twitter)
5 / 5
કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ટીમમાં સુનીલ ગાવસ્કર, કે. શ્રીકાંત, યશપાલ શર્મા, સંદીપ પાટિલ, કીર્તિ આઝાદ, રોઝર બિન્ની, મદન લાલ, સૈયદ કિરમાની ભારતીય ટીમ માટે રમ્યા હતા. (PC Credit - ICC)
Published On - 5:43 pm, Mon, 7 August 23