WCL 2024 : વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં આજે ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે

|

Jul 08, 2024 | 11:52 AM

ભારત આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024 ટ્રોફી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ માટે એક ગુડન્યુઝ છે. હવે વધુ એક ટૂર્નામેન્ટ શરુ થઈ છે, જેમાં અનેક દિગ્ગજ ક્રિકેટરો ફરી એક વખત મેદાનમાં રમતા જોવા મળી રહ્યા છે.

1 / 5
વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડસમાં આજે 11મી મેચમાં ભારત ચેમ્પિયનનો સામનો ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન સામે રાત્રે 09 : 30 કલાકે જોવા મળશે. આજે ભારતીય ચેમ્પિયન જીત મેળવવાના ઈરાદે મેદાનમાં ઉતરશે.

2 / 5
વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડસની પહેલી સીઝનનું આયોજન 3 જુલાઈથી શરુ થઈ ચુક્યું છે. આ ઈવેન્ટ યુનાઈટેડ કિંગડમમાં રમાશે. જેમાં કુલ 10 દિવસ સુધી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડસમાં 6 ટીમો આમને-સામે છે. તમને જણાવી દઈએ કે, ઓફિશયલ ડિઝીટલ મીડિયા પાર્ટનર India: News9 Plus છે.

3 / 5
 આ 6 ટીમમાં ભારત ચેમ્પિયન, પાકિસ્તાન ચેમ્પિયન, ઈંગ્લેન્ડ ચેમ્પિયન, ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન, સાઉથ આફ્રિકા ચેમ્પિયન અને વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયનની ટીમ સામેલ છે, જેમાં અનેક દિગ્ગજો રમતા જોવા મળી રહ્યા છે.

4 / 5
વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડસમાં તમામ ટીમ રાઉન્ડ રોબિનમાં એકબીજા સામે ટકરાશે કારણ કે, એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ગ્રુપ સ્ટેજ બાદ ટોપ-4ની ટીમ સેમિફાઈનલમાં પહોંચશે, જેમાંથી 2 ફાઈનલિસ્ટ 13 જુલાઈના રોજ એકબીજા સામે ટકરાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 18 મેચ રમાશે.

5 / 5
વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડસના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પાકિસ્તાન ચેમ્પિયન પહેલા સ્થાને છે. બીજા સ્થાને ભારતીય ચેમ્પિયન 4 પોઈન્ટ સાથે છે તેની સાથે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન પણ છે. ચોથા સ્થાને ઈંગ્લેન્ડ ચેમ્પિયન 2 પોઈન્ટ સાથે છે.

Next Photo Gallery