
3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમ ટી20 સિરીઝ રમવા માટે ઉતરશે. આ ટી20 સિરીઝમાં કુલ 5 મેચ રમાશે.

અંતિમ વનડે મેચનું પરિણામ આવે તે પહેલા વેસ્ટ ઈન્ડિઝે ટી20 સિરીઝ માટે પોતાના 15 સદસ્યીય ટીમની જાહેરાત કરી છે.

ભારત સામેની T20I શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમઃ રોવમેન પોવેલ, કાયલ મેયર્સ, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, ઓશેન થોમસ, શાઈ હોપ, જોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, અલ્ઝારી જોસેફ, બ્રાન્ડન કિંગ, અકીલ હુસૈન, ઓબેદ મેકકો, ઓડિયન સ્મિથ

આ ટીમમાં નિકોલ પૂરનનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2 વર્ષ બાદ ઓસેન થોમસ વાપસી કરી રહ્યો છે. રોવમેન પોવેલની કેપ્ટનશિપમાં શે હોપ પણ આ ટીમનો ભાગ બનશે. ભારતીય ટીમ માચે આ ટી20 સિરીઝ જીતવી સરળ નહીં બને.

પ્રથમ ત્રણ ટી20 મેચ ગુયાનાની અલગ અલગ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે અંતિમ 2 ટી20 મેચ અમેરિકાની ધરતી પર રમાશે.
Published On - 10:02 am, Tue, 1 August 23