
આ પહેલા આ વર્લ્ડ કપ ભારતના પડોશી દેશ શ્રીલંકામાં રમાવાનો હતો. પરંતુ નવેમ્બરમાં આઈસીસીએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકાને આ ટૂર્નામેન્ટની યજમાની મળી. બે મહિનાની અંદર દક્ષિણ આફ્રિકાએ આ ટૂર્નામેન્ટ માટે પોતાને તૈયાર કરી લીધી. ICCએ શ્રીલંકાને તેના બોર્ડમાં સરકારની દખલગીરીને કારણે સસ્પેન્ડ કરી દીધું હતું.

આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. આ 16 ટીમોને ચાર-ચાર ટીમોના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ સ્ટેજ બાદ સુપર-6 રાઉન્ડ થશે. જે બાદ ટોપ-4 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ગ્રુપ સ્ટેજ 28 જાન્યુઆરી સુધી ચાલશે અને ત્યારબાદ સુપર-6 રાઉન્ડ થશે જે 5 ફેબ્રુઆરી સુધી ચાલશે. પ્રથમ સેમિફાઈનલ 6 ફેબ્રુઆરીએ અને બીજી સેમિફાઈનલ 8 ફેબ્રુઆરીએ. આ પછી ફાઈનલ મેચ 11 ફેબ્રુઆરીએ બેનોનીમાં રમાશે.
Published On - 11:41 am, Fri, 19 January 24