
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમીફાઈનલ 10 નવેમ્બરે રમાશે. આ મેચ બંને ટીમો વચ્ચે એડિલેડમાં રમાશે.

ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ પહેલા ટીમ ઈન્ડિયામાં ખળભળાટ મચી ગયો હતો, જ્યારે રોહિત શર્માની ઈજાના સમાચાર આવ્યા હતા.એડીલેડમાં નેટ્સ પર બેટિંગની પ્રેક્ટિસ કરતી વખતે રોહિત શર્માના જમણા હાથમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેણે થોડો સમય બેટિંગ પ્રેક્ટિસમાં વિતાવ્યો હતો.

સારવાર દરમિયાન ખબર પડી કે ઈજા બહુ ગંભીર નથી, ત્યારબાદ રોહિત ફરીથી નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો. રોહિતને ફરીથી બેટિંગ પ્રેક્ટિસ કરતા જોઈને માત્ર ભારતીય ટીમે જ રાહતનો શ્વાસ લીધો હશે, પરંતુ ક્રિકેટ ચાહકો માટે પણ આ એક સારા સમાચાર છે.

જ્યાં સુધી સેમિફાઈનલમાં ટીમની કેપ્ટનશીપની વાત કરીએ તો રોહિત શર્મા જો સેમીફાઈનલમાંથી બહાર થઈ જાય છે તો તેના સ્થાને ભારતીય ટીમની કમાન ઉપ-કેપ્ટન કે.એલ રાહુલ સંભાળતો જોવા મળશે. તો ઓપનિંગમાં કે.એલ રાહુલની સાથે રોહિત શર્માના સ્થાને વિરાટ કોહલી કે પછી ઋષભ પંતમાંથી કોઈ એક જોવા મળશે.

તમને જણાવી દઈએ કે, ટી 20 વર્લ્ડકપ 2022માં રોહિત શર્માની કેપ્ટનશીપ ભલે ગજબની હોય પરંતુ તેનું બેટ ખુબ જ શાંત રહ્યું છે, તેમણે ટૂનામેન્ટમાં અત્યારસુધી 5 મેચમાં માત્ર 89 રન બનાવ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે, રોહિત જો સેમીફાઈનલમાં નહિ રમે તો ટીમ ઈન્ડિયા તેમને બેટિંગથી વધુ કેપ્ટનશીપમાં મિસ કરશે. (All Photo: ANI/AFP)