T20 World Cup 2022: જસપ્રીત બુમરાહના સ્થાને ટીમ ઈન્ડિયા માં કોને મળશે મોકો? આ નામ છે આગળ

|

Oct 04, 2022 | 9:23 AM

T20 World Cup 2022: ભારતનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે અને હવે તેની જગ્યાએ કોણ ટીમમાં સ્થાન લેશે તેના પર નજર છે.

1 / 5
આ મહિનાથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાનાર ICC T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આ વર્લ્ડ કપથી બહાર થઈ ગયો છે. BCCI એ એક નિવેદન જારી કરીને કહ્યું કે પીઠની ઈજાને કારણે બુમરાહ આ વર્લ્ડ કપમાં નહીં રમે. ભારતીય બોર્ડે હજુ તેના વિકલ્પની જાહેરાત કરી નથી, પરંતુ અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જે તેનું સ્થાન લઈ શકે છે.

2 / 5
ટી-20 વર્લ્ડ કપમાં બુમરાહની જગ્યાએ અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી સૌથી આગળ છે. શમી પાસે ઓસ્ટ્રેલિયન પીચો પર બોલરને જરૂરી તમામ કુશળતા છે. તેની પાસે બાઉન્સ છે, તેની પાસે સ્વિંગ છે અને તેને ઓસ્ટ્રેલિયામાં રમવાનો અનુભવ છે. શમીની દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં પણ પસંદગી કરવામાં આવી નથી અને તે ટીમ સાથે ઓસ્ટ્રેલિયા રવાના થઈ શકે છે.

3 / 5
દીપક ચહર તેનું સ્થાન લઈ શકે તેવું બીજું નામ છે. તે શમી સાથે વર્લ્ડ કપ માટે સ્ટેન્ડબાયમાં હતો. દીપકે સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટી20 સિરીઝમાં સારો દેખાવ કર્યો છે. તેની પાસે સ્વિંગ અને બાઉન્સ બંને છે અને તે બેટથી પણ યોગદાન આપી શકે છે.

4 / 5
મોહમ્મદ સિરાજનુ પણ નામ છે જે બુમરાહનું સ્થાન લઈ શકે છે. સિરાજ પાસે પેસ અને બાઉન્સ છે. તેણે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને વનડેમાં પણ ડેબ્યૂ કર્યું. તે બુમરાહનું સ્થાન પણ લઈ શકે છે.

5 / 5
ટીમમાં બુમરાહની જગ્યાએ અવેશ ખાન વધુ એક નામ છે. અવશે આઈપીએલમાં પોતાની રમતથી સાબિત કરી દીધું છે કે તેનામાં ટી20માં સારો દેખાવ કરવાની ક્ષમતા છે. સિરાજ અને અવેશ સ્ટેન્ડબાયમાં પણ નથી પરંતુ ટીમ ઈન્ડિયા પાસે ટીમમાં ફેરફાર કરવા માટે 15 ઓક્ટોબર સુધીનો સમય છે.

Next Photo Gallery