
IPL 2023 પંજાબ કિંગ્સની મેચ દરમિયાન એક ખૂબસૂરત યુવતી નજર આવે છે. હાલમાં તે ખૂબ ચર્ચામાં બની રહી છે. પંજાબ કિંગ્સની મેચ દરમિયાન આ ખૂબસૂરત યુવતી ટીમને સપોર્ટ કરતી નજર આવી રહી છે. આ યુવતી પંજાબ કિંગ્સના ખેલાડીઓ સાથે ઈન્ટરવ્યૂ લેતી નજર આવી રહી છે. કોણ છે આ મિસ્ટ્રી ગર્લ જેના વિશે અહીં બતાવીશું.

પંજાબ કિંગ્સને સપોર્ટ કરતી આ મિસ્ટ્રી ગર્લ શશિ ધીમન છે. જેને પંજાબ કિંગ્સ ટીમ દ્વારા હાયર કરવામાં આવી છે, જે ટીમના માટે કંટેન્ટ ક્રિએટ કરે છે. શશિ ધીમન પંજાબ કિંગ્સ ટીમ માટે એંકરીંગ પણ કરતી નજર આવતી હોય છે.

શશિ ધીમન સ્ટેન્ડ અપ કોમેડિયન છે. તે આ માટેના અનેક શો પણ કરી ચુકી છે. તેણે કોમેડીયન તરીકેની શરુઆત ચાર પાંચ વર્ષ અગાઉ શરુઆત કરી હતી.

ધીમન ચંદીગઢ કોમેડી સર્કિટનો જાણિતો ચહેરો છે. હવે આઈપીએલમાં હાલમાં તે પંજાબ કિંગ્સ ટીમને સપોર્ટ કરી રહી છે અને શાનદાર વિડીયો તૈયાર કરી રહી છે. પંજાબ કિંગ્સની જ્યા પણ મેચ હોય ત્યાં ટીમના ખેલાડીઓ સાથે પ્રવાસ કરે છે.

મિસ્ટ્રી ગર્લ ધીમન વર્ષ 2020માં મુંબઈ પહોંચી હતી. જ્યાં પણ તેણે ખૂબ નામ કમાયુ હતુ. મુંબઈમાં પણ તેણે અનેક શો કર્યા હતા. હવે તે દેશના અનેક વિસ્તારોમાં સ્ટેડીંગ કોમેડી શો કરી ચૂકી છે.

શશિ ધીમન ફાર્મા સાયન્ટીસ્ટ છે અને તેણે મેડિકલ સાયન્સમાં પોતાનો અભ્યાસ કર્યો છે. જોકે આમ છતાં તેણે પોતાનુ કરિયર કોમેડીયન તરીકે આગળ વધી છે. સ્ટેંડઅપ કોમેડી જેવુ કંઈક રચનાત્મક કરવાથી જીવંત રહેવાનુ મહેસૂસ થતુ હોવાનુ તેનુ કહેવુ છે.