
પાકિસ્તાન ક્રિકેટ ટીમના લગભગ સાત ફૂટ ઊંચા બોલરે નેપાળ સામે યાદગાર પ્રદર્શન કર્યું હતુ. શાહીન આફ્રિદી પછી તે યુવા વનડેમાં પાકિસ્તાન માટે સર્વશ્રેષ્ઠ બોલિંગના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. શાહીને 2018માં માત્ર 15 રન આપીને 6 વિકેટ લીધી હતી.

પાકિસ્તાનના આ નવા બોલરની ઉંમરને લઈને ચર્ચા શરુ થઈ છે. પાકિસ્તાનીઓ આ પહેલા પણ ઉંમર ઓછી બતાવીને અંડર 19માં ખેલાડીઓને રમાડતા જોવા મળ્યા છે. આ પહેલા શાહીન અફરીદીની ઉંમરને લઈને પણ વિવાદ થયો હતો.
Published On - 8:11 pm, Fri, 8 December 23