IPL 2023, Five Sixes: રવિન્દ્ર જાડેજા એ હર્ષલ પટેલની ઓવરમાં ફટકાર્યા હતા 5 છગ્ગા, Rinku Singh ચોથો બેટર
Rinku Singh એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે 5 સળંગ છગ્ગા Yash Dayal ની ઓવરમાં ફટકાર્યા હતા. યશની ધમાલને લઈ કોલકાતાએ ગુજરાત સામે જીત મેળવી હતી.
1 / 5
રવિવારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સે 3 વિકેટે જીત મેળવી હતી. આ જીત રિંકૂ સિંહે સળંગ 5 છગ્ગા જમાવીને અપાવી હતી. એકસમયે ગુજરાત માટે જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી, એવા સમયે જ રિંકૂએ કમાલ કરી દીધો હતો. IPL માં અત્યાર સુધીમાં ચાર બેટરોએ આવો કમાલ કર્યો છે. જેણે એક જ ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા છે. છેલ્લે રવિન્દ્ર જાડેજાએ આવો કમાલ કર્યો હતો.
2 / 5
રિંકૂં સિંહ મેચની અંતિમ ઓવરમાં કમાલની બેટિંગ કરતા સળંગ 5 છગ્ગા જમાવી દીધા હતા. યશ દયાલ ગુજરાત ટાઈટન્સ તરફથી અંતિમ ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરમાં કોલકાતાને 29 રનની જરુર હતી. જેમાં અંતિમ પાંચેય બોલ પર રિંકૂએ છગ્ગા ફટકાર્યા હતા.
3 / 5
ક્રિસ ગેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વતી રમતા વર્ષ 2012 માં પૂણે સામે પાંચ છગ્ગા એક જ ઓવરમાં ફટકાર્યા હતા. પૂણેના રાહુલ શર્માએ ગેલના છગ્ગા સહ્યા હતા.
4 / 5
વર્ષ 2020 માં રાહુલ તેવટિયાએ આવો જ કમાલ કર્યો હતો. કોરોના કાળને લઈ યુએઈમાં રમાયેલી આઈપીએલની આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ વતી રમી રહેલા રાહુલે પંજાબ કિંગ્સના બોલર શેન્ડન ક્વોટ્રેલની ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
5 / 5
રવિન્દ્ર જાડેજાએ 2021 માં આવો કમાલ કર્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો હર્ષલ પટેલ લઈને આવેલી ઓવરમાં જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સ વતી રમતા પાંચ છગ્ગા એક જ ઓવરમાં જમાવ્યા હતા. ઓવરમાં નો બોલ મળ્યો હતો અને આમ ઓવરમાં પાંચ છગ્ગા અને એક ચોગ્ગા ઉપરાંત ડબલ રન મેળવીને જાડેજાએ ચેન્નાઈ માટે શાનદાર ઓવર નિકાળી હતી.