ગિલ કે ધવન, કયા 5 ભારતીય બેટ્સમેન ODI વર્લ્ડ કપ રમશે? શું છે તેની તાકાત
ODI વર્લ્ડ કપ (ODI World Cup)માટે સંભવિત 20 ખેલાડીઓમાંથી 5 સ્પેશલિસ્ટ બેટ્સમેનોની પસંદગી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તે 5 ભારતીય બેટ્સમેન કોણ હશે?
1 / 6
BCCIએ એક મોટો નિર્ણય કર્યો કે, તે ODI વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરશે. હવે આ 20 ખેલાડીઓમાં 5 નિષ્ણાત બેટ્સમેનની પસંદગી પાક્કી છે. પરંતુ તે 5 ભારતીય બેટ્સમેન કોણ હશે? તો ચાલો તેના પર એક નજર કરીએ.
2 / 6
રોહિત શર્મા- જમણા હાથના બેટ્સમેન રોહિત શર્માની ભૂમિકા માત્ર ટીમના સૌથી અનુભવી બેટ્સમેનમાંથી એકની નહીં પણ કેપ્ટનની પણ હશે. ઓપનર તરીકે તે ટીમ માટે બેટથી તે જ કામ કરશે, જે તે કેપ્ટનશિપમાં કરતો જોવા મળ્યો છે. રોહિત પાસે માત્ર મેચોનો જ અનુભવ નથી, આ સિવાય તેની પાસે ઘણી ICC ટૂર્નામેન્ટ્સ, ખાસ કરીને ODI વર્લ્ડ કપ રમવાનો અનુભવ છે, જે ટીમ માટે ઉપયોગી થશે. તે ODI ક્રિકેટમાં 10000 રન બનાવવાની નજીક છે. વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે, તેથી રોહિત પાસેથી આશા છે. જો તેનું બેટ કામ કરશે તો ટીમ ઈન્ડિયાનો જીત પાક્કી છે.
3 / 6
વિરાટ કોહલી - ભારતીય બેટિંગનો સૌથી મોટો હીરો, સૌથી મોટો રનવીર. જો વર્લ્ડ કપ ભારતમાં છે તો વિરાટ ચોક્કસપણે તેને ટીમના કોથળામાં મુકવા માંગશે. વિરાટ તેની ટીમને જીતાડવા પુરતો પ્રયત્ન કરશે, જે કોઈપણ પ્રકારની બોલિંગ લાઇન-અપનો સામનો કરવા સક્ષમ છે. અને ભારત માટે આ તેની સૌથી મોટી તાકાત છે. રોહિત શર્માની જેમ, વિરાટ કોહલી પાસે પણ ICC ટૂર્નામેન્ટ્સ ખાસ કરીને ODI વર્લ્ડ કપ રમવાનો ઘણો અનુભવ છે, જેનો તે આ વખતે પોતાની રીતે લાભ લેવા માંગે છે. તેણે ભારત માટે ODI ક્રિકેટમાં 12000 થી વધુ રન બનાવ્યા છે અને જો વર્લ્ડ કપમાં આ આંકડો આસમાને પહોંચે તો નવાઈ નહીં.
4 / 6
શુભમન ગિલ- ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં શુભમન ગિલને તક મળશે કે પછી ધવન તેની જગ્યા લેશે. આ એક મોટો પ્રશ્ન હતો. પરંતુ, હવે ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે વિશ્વ કપ માટે પસંદ કરાયેલા બેટ્સમેનોની યાદીમાં ગિલનું નામ હોઈ શકે છે. આ તેનો પ્રથમ વનડે વર્લ્ડ કપ હશે. ગિલની વિશેષતા એ છે કે, તે ઓપનિંગ અને મિડલ ઓર્ડર બંનેમાં ટીમ માટે સારો વિકલ્પ છે.
5 / 6
શ્રેયસ અય્યર- શ્રેયસ અય્યર એવો ખેલાડી છે જે ભારતના મિડલ ઓર્ડરને ઠીક કરી શકે છે. તેણે બાંગ્લાદેશમાં રમાયેલી વનડે સિરીઝમાં પોતાને સાબિત કરી બતાવ્યું છે. અને આ જ કારણ છે કે તેનું નામ હવે ભારતની ODI વર્લ્ડ કપ ટીમ માટે પણ ચર્ચામાં છે. ODI ક્રિકેટમાં અત્યાર સુધી 1500 થી વધુ રન બનાવનાર શ્રેયસ અય્યર પાર્ટનરશિપ બનાવવા અને મુશ્કેલ સમયમાં વિકેટ પર ઉભા રહેવામાં માહેર છે. ભારતને ODI વર્લ્ડ કપમાં તેના આ ગુણની જરૂર પડી શકે છે.
6 / 6
સૂર્યકુમાર યાદવ - સંભવિત 5 ભારતીય બેટ્સમેનોમાં તેની પાસે સૌથી ઓછો ODI અનુભવ હોવા છતાં. સૌથી સારા રનનો સ્કોર સૂર્યકુમારના નામ પર છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જો તે કામ કરે છે, તો તે એકલા કાફી છે. તેનું કારણ તેની 360 ડિગ્રી સ્ટાઇલની બેટિંગ છે. જેના કારણે બોલરો માટે તે માથાનો દુખાવો છે. આ લક્ષણો સૂર્યકુમારને સફેદ બોલ ક્રિકેટમાં ભારતના સૌથી ખતરનાક બેટ્સમેન બનાવે છે. અને આ જ કારણ છે કે ODI વર્લ્ડ કપ માટે બેટ્સમેન તરીકે ભારતીય ટીમમાં તેનો મજબૂત દાવો છે.
Published On - 3:17 pm, Tue, 3 January 23