
ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર કુલ 51 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેણે માત્ર 9 મેચ જીતી છે અને 16 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે 26 મેચ ડ્રો રહી છે.

ભારતીય ક્રિકેટ ટીમે 1952માં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કર્યો હતો અને 1970માં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી જીતી હતી. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 12 ટેસ્ટ સિરીઝ રમાઈ છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ 5 અને વેસ્ટ ઈન્ડિઝે 7 સીરીઝ જીતી છે.