Virender Sehwag-MS Dhoni: ‘તે ઘણી મોટી ભુલ હતી’, MS Dhoni પર વીરેન્દ્ર સહેવાગનું મોટુ નિવેદન

|

May 06, 2022 | 4:20 PM

IPL 2022 : ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમની હવે પ્લે ઓફમાં પહોંચવાની આશા લગભગ નહીંવત છે. ચેન્નઈ ટીમે અત્યાર સુધી 10 મેચમાં માત્ર 3 જીત જ મેળવી છે.

1 / 7
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. 10માંથી 7 મેચ હારી ચૂકેલી ચેન્નાઈ હવે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. ટીમે આ સિઝનમાં 2 કેપ્ટનનો ઉપયોગ કર્યો છે. તેમ છતાં ટીમ ફ્લોપ સાબિત થઈ છે. (PC: IPLt20.com)

2 / 7
ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન હવે ફરી મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં છે. પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે પણ કેપ્ટનશિપના નિર્ણયને લઈને નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડવી એ શરૂઆતમાં ખોટો નિર્ણય હતો. (PC: Twitter)

3 / 7
વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સની પહેલી ભૂલ એ હતી કે એમએસ ધોનીએ સિઝનની શરૂઆત પહેલા કેપ્ટનશિપ છોડી દીધી અને રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશિપ આપવામાં આવી. આ એક ખોટો નિર્ણય હતો. જો જાડેજાને કેપ્ટન બનાવવામાં આવે તો તેણે આખી સિઝનમાં કેપ્ટનશિપ કરવાની હતી. (File Photo)

4 / 7
તમને જણાવી દઈએ કે IPL 2022 શરૂ થવાના 2 દિવસ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સે જાહેરાત કરી હતી કે એમએસ ધોનીએ કેપ્ટન્સી છોડી દીધી છે. એમએસ ધોનીએ રવિન્દ્ર જાડેજાને તેમના અનુગામી તરીકે પસંદ કર્યા. (File Photo)

5 / 7
રવિન્દ્ર જાડેજાના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તેના કારણે ટીમે વચ્ચેથી કેપ્ટન બદલવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ એમએસ ધોની ચેન્નાઈનો કેપ્ટન બન્યો અને તેના કેપ્ટન બન્યા બાદ ટીમે એક મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. (File Photo)

6 / 7
ચેન્નાઈ સુપર કિંગ્સના ખરાબ પ્રદર્શન પર વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે, પ્રથમ ટીમની પ્લેઈંગ 11 સારી ન હતી. ઋતુરાજે શરૂઆતમાં રન બનાવ્યા ન હતા. એમએસ ધોનીએ માત્ર એક જ મેચમાં રન બનાવ્યા હતા. ધોનીએ છેલ્લી ઓવરમાં જે મેચ જીતી હતી, ત્યાં પણ ટીમ લગભગ હારી ગઈ હતી. (PC: IPL)

7 / 7
તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ 4 વખત આઈપીએલ ચેમ્પિયન છે. ટીમ આ વખતે કોઈ અજાયબી કરી શકી નથી અને ગત વર્ષની ચેમ્પિયન રહીને પણ આ વખતે તે પ્લેઓફમાં નિષ્ફળ સાબિત થઈ છે. (File Photo)

Next Photo Gallery