
વિરાટ કોહલીનો બીજો મોટો સવાલ એ હશે કે શું પસંદગીકારોએ તેને વનડેની કેપ્ટનશીપથી હટાવતા પહેલા તેની સાથે વાત નથી કરી? હકીકતમાં, એવા અહેવાલો હતા કે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની પસંદગી કર્યા પછી, પસંદગીકારોએ વિરાટની ગેરહાજરીમાં બીજી બેઠક યોજી હતી. જેમાં તેને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ સમાચાર પર વિરાટ કોહલી પાસેથી ચોક્કસ જવાબ માંગવામાં આવશે.

વિરાટ કોહલી તરફથી ત્રીજો મોટો પ્રશ્ન એ હશે કે શું તેને રોહિત શર્મા (Rohit Sharma) સાથે કોઈ મતભેદ છે? વાસ્તવમાં, વિરાટે ODI સુકાની પદ છોડ્યા બાદ જ રોહિત શર્માને અચાનક ઈજા થઈ હતી અને તે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ચાહકોના મનમાં શંકા છે, તેથી ચોક્કસપણે વિરાટ કોહલીને આ મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવી શકે છે.

વિરાટ કોહલીનો ચોથો અને સૌથી મોટો પ્રશ્ન એ હશે કે શું તે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં રમશે? કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલીએ ટેસ્ટ સિરીઝ બાદ BCCI પાસે રજા માંગી છે. આ સમાચાર અપ્રમાણિત છે પરંતુ તમામ મીડિયા જગતમાં આવી ચર્ચા ચાલી રહી છે. આ સવાલનો જવાબ વિરાટ કોહલી પોતે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં આપી શકે છે.