Virat Kohli Resigns: કેપ્ટનશિપમાં કોહલીના બેટે ખૂબ ધૂમ મચાવી, 7 વર્ષમાં બનાવ્યો ‘વિરાટ’ રેકોર્ડ

|

Jan 16, 2022 | 5:18 PM

વિરાટ કોહલી (Virat Kohli) એ ડિસેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ એડિલેડ ટેસ્ટમાં પ્રથમ વખત ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી અને ત્યાંથી જ તેનો પહેલો રેકોર્ડ શરૂ થયો હતો.

1 / 7
ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો કાર્યકાળ પણ દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં હાર સાથે સમાપ્ત થઈ ગયો. કોહલીએ શનિવારે 15 જાન્યુઆરીએ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું. 7 વર્ષ સુધી ચાલેલી કેપ્ટનશીપમાં કોહલીનું બેટ બમણી તાકાતથી દોડ્યું અને ઘણા રેકોર્ડ બનાવ્યા.

2 / 7
કોહલીએ ડિસેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટ મેચમાં પ્રથમ વખત કેપ્ટનશીપ કરી હતી. તે મેચની બંને ઇનિંગ્સમાં કોહલીએ સદી ફટકારી હતી. ક્રિકેટ ઈતિહાસમાં, તે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની ગ્રેગ ચેપલ પછી માત્ર બીજા બેટ્સમેન બન્યો હતો જેણે કેપ્ટનશીપની ડેબ્યૂ વખતે મેચની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી.

3 / 7
કોહલીએ કેપ્ટન તરીકે 68 ટેસ્ટ મેચમાં 20 સદી ફટકારી હતી. આ રીતે, તે કેપ્ટનશિપ હેઠળ સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય ખેલાડી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ (25) પછી તે વિશ્વનો બીજો બેટ્સમેન છે.

4 / 7
કોહલીના બેટે આ 68 ટેસ્ટ મેચોની 113 ઇનિંગ્સમાં કુલ 5864 રન બનાવ્યા, જેમાં તેની એવરેજ 54.80 હતી. આ ભારતીય કેપ્ટનોમાં પણ સૌથી વધુ છે. માત્ર ગ્રીમ સ્મિથ (8659), એલન બોર્ડર (6623) અને રિકી પોન્ટિંગ (6542)એ તેમના કરતા વધુ રન બનાવ્યા.

5 / 7
વાત અહીં પૂરી નથી થતી. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 7 બેવડી સદી ફટકારી છે. આ તમામ સાત બેવડી સદી તેની કેપ્ટનશીપમાં બની હતી. આ રીતે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર કેપ્ટનનો રેકોર્ડ પણ તેના નામે છે.

6 / 7
આ સિવાય કોહલીએ 2019માં દક્ષિણ આફ્રિકા સામે પુણે ટેસ્ટમાં 254 રન (અણનમ)ની ઇનિંગ રમી હતી. ટેસ્ટમાં કોઈપણ ભારતીય કેપ્ટનની આ સૌથી મોટી ઈનિંગ છે. ખાસ વાત એ છે કે, કોહલી બીજા નંબરે (શ્રીલંકા સામે 243) અને ત્રીજા (ઈંગ્લેન્ડ સામે 235) પર પણ છે. આટલું જ નહીં, નોર્થ સાઉન્ડમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 200 રનની ઈનિંગ્સ એ વિદેશી ટેસ્ટમાં કોઈપણ ભારતીય કેપ્ટનનો સૌથી વધુ સ્કોર છે.

7 / 7
કુલ મળીને, કોહલીએ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે 41 સદી ફટકારી હતી અને આ સંદર્ભમાં ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ રિકી પોન્ટિંગની બરાબરી કરી હતી. છેલ્લા બે વર્ષમાં એકપણ સદી ન મળવાને કારણે કોહલી આ રેકોર્ડ પોતાના નામે કરવાનું ચૂકી ગયો.

Published On - 5:17 pm, Sun, 16 January 22

Next Photo Gallery