
સુરેશ રૈના પણ પોતાની બાયોગ્રાફી બિલીવમાં લખ્યું હતુ કે, લખનઉના સ્પોર્ટસ હોસ્ટેલમાં તે સિનિયર ખેલાડીના નિશાન પર હતા. સીનિયર ખેલાડી તેની પાસે પોતાના અંગત કામો કરાવતા હતા. રેગિંગના અલગ અલગ રીત અપનાવતા હતા. ક્યારેક તો મુર્ગા તો ક્યારે મોંઢા પર પાણી ફેંકતા હતા.

રવિ શાસ્ત્રી અને સંદિપ પાટિલે સુનીલ ગાવસ્કર સાથે મજાક કરી હતી.1982માં ક્રિકેટ મેદાનમાં પ્રેક્ટિસ મેચ દરમિયાનની વાત છે. જ્યારે રવિ શાસ્ત્રી અને સંદિપ પાટીલે કહ્યું કે, તે વ્યક્તિ એટલે કે, સુનીલ ગાવસ્કર તેના વિશે ગાર્ડને કહ્યું કે, આ વ્યક્તિ જો એમ કહે કે, હું ભારતીય ટીમનો કેપ્ટન છું તો વાત સાચી નથી, ખુબ લાંબી વાતચીત ગાવસ્કરે ગાર્ડ સાથે કરી કે હું સુનીલ ગાવસ્કર છે પરંતુ તે માનવા તૈયાર જ ન હતો. અંતે બંન્નેએ કહ્યું કે, આ માત્ર મજાક હતી .
Published On - 3:43 pm, Wed, 6 December 23