
વિરાટ કોહલી પ્રથમ વખત આઇપીએલ 2008માં આશીષ નેહરાના બોલમાં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. નેહરા એજ બોલર છે જેણે કોહલીને પ્રથમ વાર ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો.

સંદિપ શર્મા વિરાટ કોહલી સામે ઘણી મેચમાં સફળ રહ્યો છે. વર્ષ 2014માં સંદિપ શર્માએ વિરાટ કોહલીને પ્રથમ બોલ પર ઝીરોમાં આઉટ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના નાથન કૂલ્ટર નાઇલે વર્ષ 2017માં વિરાટ કોહલીને પ્રથમ બોલ પર આઉટ કર્યો હતો. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર ફક્ત 47 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

દુષ્મંતા ચમીરાએ વર્ષ 2022માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતા વિરાટ કોહલીને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદના માર્કો જોન્સન પણ આ લિસ્ટમાં સામેલ છે. તેને વર્ષ 2022માં વિરાટ કોહલીને પ્રથમ બોલ પર આઉટ કરવામાં સફળતા મળી હતી.

વર્ષ 2022 માં જ ફરી એક વખત વિરાટ કોહલી ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. જ્યારે તે જગદીશ સુચિતની બોલ પર આઉટ થયો હતો.

વર્ષ 2023માં આઇપીએલની 16મી સીઝનમાં ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે આ લિસ્ટમાં જગ્યા બનાઇ હતી. તેણે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે વિરાટને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો.