
એબી ડી વિલિયર્સે કહ્યું કે મને લાગે છે કે વિરાટને અહીં લાવવો ખૂબ જ શક્ય બનશે. તેના કરિયરના અંતે અમે તેને એક શાનદાર વિદાય આપી શકીએ છીએ. મેં રોબિન ઉથપ્પા અને આરપી સિંહ સિવાય કોઈ ખેલાડી સાથે આ અંગે ચર્ચા કરી નથી. એબી ડી વિલિયર્સે કહ્યું કે એસએ 20 ની બીજી સિઝનમાં ભારતીય ખેલાડીઓને રમતા જોવાનું શક્ય નથી, પરંતુ ત્રીજી કે પછીની સિઝનમાં આવું થઈ શકે છે. ડી વિલિયર્સને એસએ 20ની બીજી સીઝન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. "તે નિશ્ચિત નથી કે અમને કોણ મળશે, પરંતુ જો ધોની અને વિરાટ જેવા ખેલાડીઓ ત્યાં તેમની અંતિમ સિઝન રમે તો તે ચોક્કસપણે પ્રયાસ કરવા યોગ્ય છે."

ધોનીએ આઈપીએલમાં 250 મેચ રમી છે. તેને 218 ઈનિંગ્સમાં 5082 રન બનાવ્યા છે. ધોનીની એવરેજ 38.79 અને સ્ટ્રાઈક રેટ 135.92 છે. તે અપકમિંગ સિઝનમાં પણ રમતો જોવા મળશે. ચેન્નાઈએ તેને 19 ડિસેમ્બરે યોજાનારા ઓક્શન પહેલા રિટેન કર્યો છે. બીજી તરફ કોહલી આરસીબી તરફથી રમશે. આઈપીએલમાં તે અત્યાર સુધી 237 મેચ રમી ચૂક્યો છે. કોહલીના નામે 229 ઈનિંગ્સમાં 7263 રન છે. વિરાટે 37.25ની એવરેજ અને 130.02ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.