
દુલીપ ટ્રોફી માટે દક્ષિણ ઝોનની ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કર્ણાટકના યુવા ફાસ્ટ બોલર વિજયકુમાર વૈશાખને ટીમમાં સ્થાન મળ્યું નથી.

અહેવાલો અનુસાર, BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં યોજાયેલ ફિટનેસ ટેસ્ટમાં વૈશાખ ફેલ થયો હતો, જેના કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

ઘરેલુ ક્રિકેટ મેચ રમતા પહેલા બધા ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડે છે. એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પણ આ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડ્યો હતો.

આ ફિટનેસ ટેસ્ટમાં યો યો ટેસ્ટ અને બ્રોન્કો ટેસ્ટનો સમાવેશ થાય છે, જેમાં પાસ થવું ફરજિયાત છે. વૈશાખ કઈ ટેસ્ટમાં નિષ્ફળ ગયો તે જાણી શકાયું નથી.

વૈશાખની હકાલપટ્ટી દક્ષિણ ઝોન માટે ખરાબ સમાચાર છે કારણ કે તે લાંબા સમયથી સારું પ્રદર્શન કરી રહ્યો છે. વૈશાખે 26 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 103 વિકેટ લીધી છે અને તેની બોલિંગ એવરેજ 23.88 છે જે ખૂબ જ સારી છે. (All Photo Credit : PTI / GETTY / ESPN)