
ઉર્મિલાએ કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાંથી BBA કર્યું અને બાદમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમના મેનેજર તરીકે કામ કર્યું. ફૂટબોલ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને થોડા મહિનાઓ માટે ક્રિકેટમાંથી બ્રેક લીધા પછી, તેણે કતારમાં ફૂટબોલ સ્ટેડિયમના સંચાલનની જવાબદારી લીધી. આ પછી ઓસ્ટ્રેલિયા પરત ફરી હતી.

ભારતમાં યોજાયેલ વનડે ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ સહિત તમામ ને વર્લ્ડ કપમાં બેસ્ટ રીતે મેનેજ કરી ઉર્મિલાએ શાનદાર કામ કર્યું હતું. આ તેની મહેનતનું જ પરિણામ છે કે પહેલી બે મેચમાં હાર્યા બાદ પણ આહાર ન માણી જોરદાર કમબેક કરી સતત નવ મેચ જીતી ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વાર વર્લ્ડ કપ જીત્યો.