U19 World Cup: ઈંગ્લેન્ડના આ 5 ખેલાડી બની શકે છે ભારત માટે ખતરો, ફાઈનલમાં સાવધાન રહેવું પડશે!
ભારતની નજર 5મી વખત ચેમ્પિયન બનવા પર છે. પરંતુ, આ ઈચ્છા પૂરી કરવા માટે તેણે ઈંગ્લેન્ડના 5 ખતરનાક ખેલાડીઓથી દૂર રહેવું પડશે. આ એવા ખેલાડીઓ છે જેમને ઈંગ્લેન્ડને ફાઇનલમાં લઈ જવાનો શ્રેય જાય છે.
1 / 6
અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત-ઇંગ્લેન્ડ (India Vs England) પ્રથમ વખત ટકરાશે. ભારતની નજર 5મી વખત ચેમ્પિયન બનવા પર છે. પરંતુ, આ ઈચ્છા પૂરી કરવા માટે તેણે ઈંગ્લેન્ડના 5 ખતરનાક ખેલાડીઓથી દૂર રહેવું પડશે. આ એવા ખેલાડીઓ છે જેમને ઈંગ્લેન્ડને ફાઇનલમાં લઈ જવાનો શ્રેય જાય છે. યશ ધુલ એન્ડ કંપનીએ ઈંગ્લેન્ડના સમાન 5 ખેલાડીઓથી દૂર રહેવું પડશે. ચાલો જાણીએ કોણ છે તે 5 ખતરાં?
2 / 6
ટોમ પ્રેસ્ટ (Tom Prest): ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન ટોમ પ્રેર્સ્ટ ભારતીય ટીમ માટે સૌથી મોટી સમસ્યા બની શકે છે. અંડર 19 વર્લ્ડ કપની વર્તમાન આવૃત્તિમાં તે ત્રીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 5 મેચમાં 73ની એવરેજથી 292 રન બનાવ્યા છે.
3 / 6
રિહાન અહેમદ (Rehan Ahmed): વર્તમાન અંડર 19 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના આ સ્પિનરે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે માત્ર 3 મેચમાં 12 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 10થી ઓછી છે. અફઘાનિસ્તાન સામેની સેમીફાઈનલમાં રહેમાને 4 વિકેટ લઈને પોતાની ટીમને 15 રનથી જીત અપાવી હતી.
4 / 6
જોશુઆ બોયડન (Joshua Boyden): આ 17 વર્ષીય ખેલાડી ઈંગ્લેન્ડના પેસ એટેકનો લીડર છે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી જોશુઆએ 5 મેચમાં 9.53ની એવરેજથી 13 વિકેટ ઝડપી છે. તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ચોથો બોલર છે. તે જ સમયે, તેની બોલિંગ એવરેજ ટૂર્નામેન્ટના ટોપ 10 બોલરોમાં શ્રેષ્ઠ છે.
5 / 6
જેકબ બેથેલ (Jacob Bethell): તે આ અંડર 19 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 5 મેચમાં 40.60ની એવરેજથી 2 અડધી સદી સાથે 203 રન બનાવ્યા છે. બૈથલે બેટ ઉપરાંત બોલથી 5 વિકેટ પણ લીધી છે.
6 / 6
જ્યોર્જ થોમસ (George Thomas): આ જમણા હાથના બેટ્સમેને 5 મેચમાં 177 રન બનાવ્યા છે જેમાં 2 અડધી સદી સામેલ છે. તે ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં જેકબ બેથેલ સાથે સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન છે.