
ભારતીય બોલરોના કારણે આ ટુર્નામેન્ટ સૌથી ખાસ હતી. તમામ બોલરો સતત વિકેટ લેતા હતા. ભારતીય બોલરોમાં સ્પિનર વિકી ઓસ્તવાલ સૌથી આગળ હતો. તેણે 6 મેચમાં 12 વિકેટ લીધી હતી. તે જ સમયે ઝડપી બોલર રવિ કુમારે પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. લીગ મેચોમાં શાંત દેખાતા ડાબા હાથના પેસરે ફાઈનલ સહિત ત્રણેય નોકઆઉટ મેચોમાં પાયમાલી મચાવી હતી. તેણે ફાઇનલમાં 4 વિકેટ સહિત 6 ઇનિંગ્સમાં 10 વિકેટ લીધી હતી.

ટીમના ઓપનર અંગક્રિશ રઘુવંશીએ ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. અંગક્રિશે ફાઇનલમાં બેટિંગ કરી ન હતી, પરંતુ તેણે બાકીની ટુર્નામેન્ટમાં ટીમ માટે સારી શરૂઆત કરી હતી. આ ઓપનરે 6 ઇનિંગ્સમાં એક સદી અને અડધી સદીની મદદથી 278 રન બનાવ્યા હતા. આ સાથે જ ટીમના વાઈસ કેપ્ટન શેખ રશીદે પણ સેમીફાઈનલ અને ફાઈનલમાં મહત્વની ઈનિંગ્સ રમી હતી. રાશિદે 4 મેચમાં 201 રન બનાવ્યા જેમાં બે અડધી સદી સામેલ છે. ફાઈનલમાં નિશાંત સિંધુએ અણનમ અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને ટાઈટલ સુધી પહોંચાડ્યું હતું. સિંધુએ 5 ઇનિંગ્સમાં 140 રન બનાવ્યા હતા.