ODI વર્લ્ડ કપમાં સતત સૌથી વધુ મેચમાં હારનો નિરાશાજનક રેકોર્ડ ધરાવે છે આ ટીમ

|

Oct 16, 2023 | 1:28 PM

ભારતમાં હાલમાં ચાલી રહેલ વનડે ફોર્મેટના ક્રિકેટ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે અને તમામ ટીમો જીત મેળવવા સખત પ્રયત્ન કરી રહી છે. છતાં અમુક ટીમો તેમના પ્રયાસમાં નિષ્ફળ જાય છે અને બે માંથી એક ટીમનું હારવું પણ સ્વાભાવિક છે. પરંતુ વર્લ્ડ કપમાં હાર સૌથી મોટી ટુર્નામેન્ટમાંથી ટીમને બહાર પણ કરી શકે છે અને સાથે જ એક ખરાબ રેકોર્ડ પણ ટીમની સાથે જોડાય જાય છે. આવો જ એક રેકોર્ડ છે વર્લ્ડ કપમાં સતત સૌથી વધુ મેચમાં હારનો.

1 / 5
વર્લ્ડ કપમાં સતત સૌથી વધુ મેચમાં સૌથી હાર મામલે ઝીમ્બાબ્વેની ટીમ પહેલા ક્રમે છે. 1983 થી 1992 દરમિયાન ઝીમબાબ્વે વર્લ્ડ કપમાં સતત 18 મેચ હાર્યું છે અને આ એક નિરાશાજનક રેકોર્ડ છે.

2 / 5
ઝીમ્બાબ્વે બાદ વર્લ્ડ કપમાં સતત સૌથી વધુ મેચમાં સૌથી હાર મામલે સ્કોટલેન્ડની ટીમ બીજા ક્રમે છે. સ્કોટલેન્ડ 1999 થી 2015 દરમિયાન સતત 14 વર્લ્ડ કપ મેચોમાં હારી છે.

3 / 5
વર્લ્ડ કપ 2023માં ભાગ લઈ રહેલ અફઘાનિસ્તાનની ટીમ આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. 2015 થી 2023 દરમિયાન તેમણે સતત 14 વર્લ્ડ કપ મેચમાં હારનો સામનો કરવા પડ્યો હતો. 2023 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને હરાવી તેમણે આ ખરાબ રેકોર્ડ પર બ્રેક લગાવી હતી અને વર્લ્ડ કપમાં સૌપ્રથમ જીત નોંધાવી હતી.

4 / 5
વર્ષ 2003 થી 2011 દરમિયાન કેનેડાની ટીમ પણ વર્લ્ડ કપમાં ક્વોલિફાય થઈ હતી, પરંતુ એક પણ મેચ જીતવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અને સતત 11 વર્લ્ડ કપ મેચમાં તેમને હાર મળી હતી.

5 / 5
આ લિસ્ટમાં પાંચમા ક્રમે નેધરલેન્ડની ટીમ છે, જેમને વર્ષ 1996 થી  2003 દરમિયાન સતત 10 વર્લ્ડ કપ મેચમાં હારનો સામનો કરવા પડ્યો હતો.

Next Photo Gallery