
દક્ષિણ આફ્રિકા: 3 જાન્યુઆરીએ કેપટાઉનમાં ભારતે દક્ષિણ આફ્રિકાને માત્ર 55 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું. મોહમ્મદ સિરાજે સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે કોઈપણ ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે.

ન્યૂઝીલેન્ડ: વર્ષ 2021માં ટીમ ઈન્ડિયાએ મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડને 62 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારત સામે ટેસ્ટમાં આ બીજો સૌથી ઓછો સ્કોર છે.

દક્ષિણ આફ્રિકા: વર્ષ 2015માં નાગપુરમાં ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને માત્ર 79 રનમાં આઉટ કરી દીધું હતું.

ઈંગ્લેન્ડ: વર્ષ 2021માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 81 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ ઈનિંગમાં ભારતીય સ્પિનરોનું સંપૂર્ણ વર્ચસ્વ જોવા મળ્યું હતું.

શ્રીલંકા: વર્ષ 1990માં ભારતીય ક્રિકેટ ટીમે ચંદીગઢમાં શ્રીલંકાને 82 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું. ટેસ્ટમાં ભારત સામે કોઈપણ ટીમનો આ પાંચમો સૌથી ઓછો સ્કોર હતો.
Published On - 10:14 am, Thu, 4 January 24