
ઈંગ્લેન્ડની સારાહ ટેલર આ યાદીમાંથી બહાર રહી શકે તેમ નથી. આ ખેલાડીએ પોતાની સુંદરતાથી ઘણા લોકોને ઘાયલ કર્યા છે. જોકે, આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. સારાએ ઈંગ્લેન્ડ માટે 10 ટેસ્ટ મેચ, 126 ODI અને 90 T20 મેચ રમી છે.

આ યાદીમાં એલિસા પેરી પણ આવે છે. ઓસ્ટ્રેલિયાની આ ખેલાડીએ પોતાના પ્રદર્શનથી ઘણા બધાં લોકોના વખાણ તો મેળવ્યા છે, પરંતુ પોતાની સુંદરતાથી લોકોને દિવાના પણ બનાવી દીધા છે. આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયા માટે 10 ટેસ્ટ મેચ, 128 ODI મેચ અને 126 T20 મેચ રમી છે.

આયર્લેન્ડની સેસિલા જોયસ પણ પોતાની સુંદરતા માટે ખૂબ જ મશહૂર છે. આયર્લેન્ડની ઓપનર જોઈસનો પરિવાર ક્રિકેટ સાથે ઘણો સંબંધ ધરાવે છે. તેની બહેનો પણ ક્રિકેટ રમે છે અને તેના ભાઈઓ પણ. પોતાના દેશ માટે આ ખેલાડીએ 57 ODI અને 43 T20 મેચ રમી છે.