
વર્તમાન સમયના સૌથી ખતરનાક બોલરોમાં એક ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કના નામે 201 ખેલાડીઓને બોલ્ડ કરવાનો રેકોર્ડ છે.

ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને તમામ ફોર્મેટમાં મળી કુલ 197 વિકેટ બોલ્ડ કરી લીધી છે.

ભારતના અનિલ કુંબલેએ 403 આંતરરાષ્ટ્રીય મેચમાં કુલ 956 વિકેટ ઝડપી છે, જેમાં 186 ખેલાડીઓને ક્લીન બોલ્ડ કર્યા છે.

શ્રીલંકાના લસિત મલિંગાએ કારકિર્દીમાં કુલ 546 વિકેટ લીધી છે, જેમાં 171 વિકેટ બોલ્ડ કરી મેળવી હતી.

ભારતના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવે કુલ 687 વિકેટ લીધી હતી જેમાં 167 ખેલાડીઓને કરી બોલ્ડ કર્યા હતા.

દિગ્ગજ ઓસ્ટ્રેલિયન સ્પિનર શેન વોર્ને કુલ 1001 વિકેટો ઝડપી હતી, જેમાં 165 વિકેટ ક્લીન બોલ્ડ કરી લીધી હતી.

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ કારકિર્દીમાં 164 ખેલાડીઓ ક્લીન બોલ્ડ કરી આઉટ કર્યા હતા.