TV9 GUJARATI | Edited By: Adhirajsinh jadeja
May 01, 2022 | 10:20 AM
મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indias) નો ભૂતપૂર્વ ઝડપી બોલર લસિથ મલિંગા IPL માં સૌથી વધુ નો બોલ ફેંકનાર બોલરોની યાદીમાં 5માં નંબરે છે. મલિંગાએ 122 IPL મેચમાં 18 નો બોલ કર્યા છે. તે જ સમયે, મલિંગાએ 122 IPL મેચોમાં 19.80ની સરેરાશથી 170 વિકેટ લીધી છે. (PC: Twitter)
ઈશાંત શર્માએ આઈપીએલમાં 93 મેચ રમી છે. આ 93 મેચોમાં ઈશાંત શર્માએ 37.51 ની એવરેજથી 72 વિકેટ ઝડપી છે. આ સાથે જ ઈશાંત શર્માના નામે આઈપીએલમાં 21 'નો બોલ' ફેંકવાનો રેકોર્ડ છે. આ રીતે ઈશાંત સૌથી વધુ નો બોલ ફેંકનાર બોલરોની યાદીમાં ચોથા નંબર પર છે. (PC: DC)
ભારતના પુર્વ દિગ્ગજ સ્પિનર ગણાતા એવા અમિત મિશ્રાએ અત્યાર સુધી કુલ 154 IPL મેચ રમી છે. આ મેચ દરમ્યાન અમિત મિશ્રાએ 21 નો બોલ કર્યા છે. આ યાદીમાં તે ઇશાંત શર્માની સાથે ચોથા સ્થાને છે. (PC: DC)
ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવે IPL માં 123 મેચ રમી છે. તેણે IPL માં 28.88 ની એવરેજથી 133 વિકેટ લીધી છે. IPL માં સૌથી વધુ 'નો બોલ' ફેંકનાર બોલરોની યાદીમાં ઉમેશ યાદવ ત્રીજા નંબર પર છે. IPL માં ઉમેશ યાદવના નામે 23 નો બોલ છે. (PC: Twitter)
ભારતીય ટીમના પુર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંતે અત્યાર સુધી 44 IPL મેચ રમી છે. આ દરમ્યાન તેણે આઈપીએલમાં કુલ 23 'નો બોલ' ફેંક્યા છે. આ યાદીમાં તે ઉમેશ યાદવની સાથે ત્રીજા સ્થાને છે. (PC: Twitter)
મુંબઈ ઈન્ડિયન્સ (MI) નો ઝડપી બોલર અને તેના સચોટ યોર્કર માટે જાણીતા જસપ્રીત બુમરાહ IPL માં સૌથી વધુ 'નો બોલ' ફેંકનારા બોલરોની યાદીમાં ટોચ પર છે. બુમરાહે અત્યાર સુધી 114 IPL મેચમાં 27 'નો બોલ' ફેંક્યા છે. તે જ સમયે જસપ્રિત બુમરાહના નામે 7.43 ની ઈકોનોમી સાથે 135 વિકેટ છે. (PC: Twitter)