IPL 2022 : યશ દયાલથી લઈને અર્શદીપ સુધી, આ 6 ખેલાડીમાં છે ‘ઝહીર ખાન’ બનવાની તાકાત
ભારતીય ટીમને લાંબા સમયથી એક સારા લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરની જરૂર છે. લાગે છે કે, હવે તેની શોધ પૂરી થઈ જશે. IPLની આ સિઝનમાં ઘણા સ્વદેશી ફાસ્ટ બોલર જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે.આવો જાણીએ કયો ખેલાડી ભારતનો આગામી ઝહીર ખાન બનવાની ક્ષમતા ધરાવે છે.
1 / 6
અંડર-19નો આ સ્ટાર પેસર આઈપીએલમાં પણ ઘણું નામ કમાઈ રહ્યો છે. દયાલે ગુજરાત ટાઇટન્સ માટે અત્યાર સુધીમાં મળેલી 4 તકોને પકડી લીધી છે. તેના નામે 7 વિકેટ છે. તેણે રાજસ્થાન સામે 3, કોલકાતા સામે 2 અને ચેન્નાઈ સામે 1 વિકેટ લીધી હતી.
2 / 6
પંજાબ કિંગ્સે આ શાનદાર બોલરને 4 કરોડ આપીને જાળવી રાખ્યો હતો. અર્શદીપ ડાબા હાથના સૌથી પ્રભાવશાળી બોલરોમાંથી એક છે. ઈયાન બિશપ અને ડેનિયલ વેટોરીએ તો ત્યાં સુધી કહ્યું છે કે આ ખેલાડી ઓસ્ટ્રેલિયામાં યોજાનારી T20 વર્લ્ડમાં ભારતીય ટીમમાં રમી શકે છે.
3 / 6
શરૂઆતમાં ચેતનને ખલીલ અહેમદની હાજરીમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. જ્યારે તેને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટીમમાં સામેલ કરવામાં આવ્યો ત્યારે તેણે સિઝનની પહેલી જ ઓવરમાં જોરદાર બેટ્સમેન એરોન ફિન્ચને ક્લીન બોલ્ડ કર્યો હતો. ચેતને 3 ઓવરમાં 17 રન આપ્યા અને એક વિકેટ લીધી. તેની છેલ્લી સિઝન સારી રહી હતી. તેથી જ તેને શ્રીલંકાના પ્રવાસે ગયેલી ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ચેતને 2021માં આ પ્રવાસ પર ODI અને T20 ડેબ્યૂ કર્યું હતું.
4 / 6
સૌથી પહેલા આપણે મુકેશ ચૌધરી વિશે વાત કરીશું. રાજસ્થાનના ભીલવાડાનો રહેવાસી આ ખેલાડી સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. IPLની આ સિઝન પહેલા મોટાભાગના ક્રિકેટ ચાહકો ભાગ્યે જ તેનું નામ જાણતા હશે. મુકેશ પાસે પેસ અને સ્વિંગ બંને છે. તેણે તેનો મુંબઈ ઈન્ડિયન્સ સામે ઘણો ઉપયોગ કર્યો. તેણે પ્રથમ ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા, ઈશાન કિશન અને તેની બીજી ઓવરમાં ડેવાલ્ડ બ્રેવિસને આઉટ કરીને CSKની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. દીપક ચહરની ગેરહાજરીમાં તે ટીમનું મુખ્ય હથિયાર છે.
5 / 6
ડાબોડી ફાસ્ટ બોલર નટરાજને પણ જોરદાર વાપસી કરી છે. તેણે સિઝનમાં અત્યાર સુધી 8 મેચમાં 15 વિકેટ લીધી છે અને તે પર્પલ કેપની રેસમાં છે. ભારત તરફથી રમી ચુકેલ આ ખેલાડી ઘણા સમયથી ટીમની બહાર છે.
6 / 6
અંડર-19નો આ સ્ટાર પેસર આઈપીએલમાં પણ ઘણું નામ કમાઈ રહ્યો છે. દયાલે ગુજરાત ટાઇટન્સ માટે અત્યાર સુધીમાં મળેલી 4 તકોને જકડી લીધી છે. તેના નામે 7 વિકેટ છે. તેણે રાજસ્થાન સામે 3, કોલકાતા સામે 2 અને ચેન્નાઈ સામે 1 વિકેટ લીધી હતી. જોકે, થોડી મોંઘી સાબિત થઈ. તેમને રનની ઝડપને પણ અંકુશમાં લેવાની જરૂર છે.