
ધરેલું ક્રિકેટમાં પોતાની દમદાર બેટિંગથી બોલરોનો પસીનો છોડાવનાર સરફરાઝ કાશ્મીરની રોમાના ઝહૂરના પ્રેમમાં ક્લીન બોલ થયો હતો. સરફરાઝ ખાન પહેલી નજરે જ રોમાનાના પ્રેમમાં ઘાયલ થઈ ગયો હતો. પહેલા બંને વચ્ચે સારી મિત્રતા થઈ અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી.

સરફરાઝ અને રોમાના એકબીજાના પ્રેમમાં પડ્યા બાદ લગ્નની વાત આગળ વધી હતી. સરફરાઝના પરિવારજનો લગ્નનો પ્રસ્તાવ લઈને રોમાનાના ઘરે પહોંચ્યા હતા અને બંનેએ પરિવારની સહમતિથી લગ્ન કર્યા હતા.

સરફરાઝ ખાન અને રોમાનાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. જે બાદ ક્રિકેટ ફેન્સે નવ દંપતીને શુભકામનાઓ પાઠવી હતી. અનેક ક્રિકેટરોએ પણ બંનેને શુભેચ્છા પાઠવી હતી.