
તેની આ પોસ્ટ પર ચાહકોએ રિવાબાની જીતની શુભકામના પાઠવતા જાડેજા પાસે મોટી ડિમાન્ડ પણ કરી હતી. એક યુઝરે કહ્યું કે, સર બસ હવે તમે 2023 વર્લ્ડકપ પણ જીતાડવાનો છે.

એક યુઝરે કહ્યું કે, જામનગરમાં તમે એક નવી ક્રિકેટ એકેડમી ખોલો, તેમજ કેટલાક ચાહકોએ કહ્યું કે, હવે ચૂંટણી પુરી થઈ ગઈ છે. હવે ટીમમાં પાછા આવી જાઓ.

જામનગરથી ચુંટણીમાં ઝંપલાવનાર રિવાબા જાડેજાએ શાનદાર જીત મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાના પત્નિએ રાજકારણમાં સફળતાપૂર્વક ડેબ્યૂ કર્યુ છે