IND VS SA : વરસાદને કારણે મેચમાં મોટો ફેરફાર, 50 ઓવરની રમત નહીં રમાય

|

Oct 06, 2022 | 4:24 PM

લખનૌમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ODI મેચમાં વરસાદને કારણે પ્લેઈંગ ઈલેવન બદલાઈ છે, તેમજ ઓવર ઓછી કરવામાં આવી.

1 / 5
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે સિરીઝની પ્રથમ મેચમાં વરસાદના કારણે રમવાની સ્થિતિમાં ફેરફાર કરવો પડ્યો હતો. વરસાદના કારણે ટોસ સમયસર થઈ શક્યો નહિ અને એક વાગ્યે થનારો ટૉસ અઢી કલાક મોડો થયો હતો. (PTI)

2 / 5
ભારતે ટૉસ જીત્યો અને કેપ્ટન ધવને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. જો કે મેચમાં વિલંબ થવાને કારણે રમવાની સ્થિતિમાં પણ ફેરફાર કરવો પડ્યો હતો. (AFP)

3 / 5
પહેલો ફેરફાર એ છે કે 50 ઓવરની મેચ હવે 40 ઓવરની રહેશે. મેચ 40 ઓવરની હોવાને કારણે પાવરપ્લે ઓવર પણ બદલાઈ હતી. (PTI)

4 / 5
પ્રથમ પાવરપ્લે 1 થી 8 ઓવરનો હશે. બીજો પાવરપ્લે 9 થી 32 ઓવરનો હશે.  ત્રીજો અને છેલ્લો પાવરપ્લે 33 થી 40 ઓવરનો હશે. (PTI)

5 / 5
નવી પ્લેઈંગ ઈલેવન મુજબ બોલર વધુમાં વધુ 8 ઓવર નાંખી શકશે. તમને જણાવી દઈએ કે, આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 2 ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક આપી હતી. રવિ બિશ્નોઈ અને ઋતુરાજ ગાયકવાડને ડેબ્યૂ કરવાની તક મળી.

Next Photo Gallery