
પાર્ટી દરમિયાન ભારતના બે યુવા ખેલાડીઓ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમાંથી એક શ્રેયસ અય્યર હતો અને રોહિત શર્માની જગ્યાએ પ્રિયાંક પંચાલ ટેસ્ટ ટીમનો ભાગ બન્યો હતો.

તમામ ખેલાડીઓએ નવા વર્ષની ઉજવણીનો ભરપૂર આનંદ માણ્યો હતો અને ક્રિકેટ ચાહકોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતે હવે આગામી ટેસ્ટ 3 જાન્યુઆરીથી જોહાનિસબર્ગમાં રમવાની છે. સારી વાત એ છે કે દક્ષિણ આફ્રિકાના આ મેદાન પર ભારત આજ સુધી એકપણ ટેસ્ટ હાર્યું નથી.