ભારતની હાર બાદ પાકિસ્તાનના PMએ ચોરી કરીને કર્યુ ટ્વિટ, લોકો એ કહ્યુ – બેશરમ PM!

|

Nov 10, 2022 | 8:11 PM

ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે ભારતની હાર થતા પાકિસ્તાની વડાપ્રધાન શહબાજ શરીફે ટ્વિટ કર્યુ હતુ. આ ટ્વિટ સોશિયલ મીડિયા પર એક કારણથી વાયરલ થયુ છે, તેમને લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે.

1 / 5
આજે ભારત સામે જીત મેળવી ઈંગ્લેન્ડની ટીમ ફાઈનલમાં પહોંચી છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ 13 નવેમ્બરે થશે. ભારતની હાર થતા પાકિસ્તાની વડાપ્રધાને એક એવુ ટ્વિટ કર્યુ, જેના પર લોકો ભડક્યા હતા.

2 / 5
પહેલી બેટિંગ કરીને ભારતે ઈંગ્લેન્ડને 169 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેને ઈંગ્લેન્ડની ટીમે વિકેટ ગુમાવ્યા વગર ચેઝ કર્યુ હતુ. તેના પર પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે ટ્વિટ કરીને લખ્યુ કે, આ રવિવારે , 152/0 VS 170/0.

3 / 5
આ ટ્વિટનો અર્થ એ હતો કે આ રવિવારે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર થશે. 170/0નો સ્કોર એટલે ઈંગ્લેન્ડ. જેણે ભારતના લક્ષ્યનો પીછો કરીને આજે 170 રન બનાવ્યા.  152/0નો સ્કોર એટલે પાકિસ્તાન. આ ટીમે ગયા વર્ષે ભારત વિરુદ્ધ આ સ્કોર કર્યો હતો.

4 / 5
પાકિસ્તાનના વડાપ્રધાનની આ ટ્વિટ પર ફેન્સ ભડક્યા છે. લોકો તેમને સલાહ આપી રહ્યા છે કે પોતાના પદની ગરિમાનું ધ્યાન રાખો. તેમના પર ટ્વિટ ચોરી કરવાનો પણ આરોપ લાગ્યો છે.

5 / 5
સિનન નામના એક યુઝરે કહ્યુ છે કે, વડાપ્રધાને ટ્વિટ ચોરી કર્યુ છે. આ યુઝરે સાંજે 4.49 વાગ્યે આ ટ્વિટ કર્યુ હતુ, જ્યારે વડાપ્રધાને આ ટ્વિટ સાંજે 4.57 વાગ્યે કરી હતી. આ ટ્વિટમાં જે ક્રિએટીવિટી છે તે સિનન નામના યુઝરની હતી.

Next Photo Gallery