
મિતાલી રાજ પછી આ યાદીમાં બીજું નામ ઈંગ્લેન્ડની શાર્લોટ એડવર્ડ્સનું છે, જેણે 191 મેચની 180 ઈનિંગ્સમાં 9 સદી અને 46 અડધી સદીની મદદથી 38.16ની સરેરાશથી 5992 રન બનાવ્યા છે.

આ યાદીમાં ત્રીજા નંબરે વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન સ્ટેફની ટેલર છે. તેણે અત્યાર સુધીમાં 144 વનડેની 139 ઇનિંગ્સમાં 7 સદી અને 37 અડધી સદીની મદદથી 44.11ની સરેરાશથી 5250 રન બનાવ્યા છે.

આ યાદીમાં ચોથું અને નવું નામ ન્યુઝીલેન્ડના સુઝી બેટ્સનું છે, જેણે અત્યાર સુધી રમાયેલી 142 ODIની 136 ઇનિંગ્સમાં 41.01ની એવરેજથી 5045 રન બનાવ્યા છે. સુઝી બેટ્સે 12 સદી અને 28 અડધી સદી ફટકારી છે. (તમામ તસવીરોઃ એએફપી)