IND VS NZ: સૂર્યકુમાર યાદવની તોફાની સદી, 51 બોલમાં 111 રન

|

Nov 20, 2022 | 4:59 PM

ન્યુઝીલેન્ડ (IND VS NZ) સામેની બીજી T20માં સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગ, T20 કારકિર્દીની બીજી સદી ફટકારી. સૂર્યકુમાર યાદવે આ વર્ષે 11મી વખત 50થી વધુ રનનો સ્કોર કર્યો છે.

1 / 5
સૂર્યકુમાર યાદવે પોતાના કરિયરની બીજી ટી20 સદી ફટકારી છે. તમને જણાવી દઈએ કે, સૂર્યકુમારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ નૉર્ટિધમમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી, હવે બે ઓવલમાં આ ખેલાડીએ શાનદાર પ્રદર્શન દેખાડયું છે. (PC-PTI)

2 / 5
સૂર્યકુમાર યાદવ એક વર્ષમાં બે ટી-20 સદી ફટકારનાર બીજા ભારતીય બેટ્સમેન છે. આ પહેલા વર્ષ 2018માં રોહિત શર્માએ આ કારનામું કર્યું હતું. આ મેચમાં સૂર્યકુમાર યાદવે ટી20માં પોતાના 100 ચોગ્ગા પણ પૂરા કર્યા હતા.આ ભારતીય ખેલાડીનું સૌથી સારું પ્રદર્શન છે. તેણે એક વર્ષમાં 10થી વધુ 50 રનની ઈનિગ્સ રમનાર બાબર આઝમને પણ પાછડ છોડયો છે.

3 / 5
સૂર્યકુમાર યાદવે રવિવારે ન્યૂઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જમણા હાથના બેટ્સમેને 51 બોલમાં અણનમ 111 રન બનાવ્યા હતા. દુનિયાના નંબર 1 બેટ્સમેને પોતાની ઇનિંગમાં 7 સિક્સ અને 11 ફોર ફટકારી હતી. સૂર્યાનો સ્ટ્રાઈક રેટ 217 હતો.

4 / 5
જણાવી દઈએ કે સૂર્યકુમારે બીજી વખત T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારી હતી. તેની શાનદાર સદીની ઇનિંગને દરેક લોકો સલામ કરી રહ્યા છે અને વિરાટ કોહલીએ તેની ઇનિંગ પર શાનદાર ટિપ્પણી કરી છે.

5 / 5
આ વર્ષની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવ રનનો વરસાદ કરી રહ્યા છે. સૂર્યાએ 30 ઇનિંગ્સમાં 1151 રન બનાવ્યા છે, જેમાં તેની એવરેજ 48ની આસપાસ છે. સૂર્યાના બેટમાંથી 2 સદી, 9 અડધી સદી નીકળી છે. એટલું જ નહીં આ ખેલાડીનો સ્ટ્રાઈક રેટ પણ 188.37 છે. સૂર્યાના બેટમાંથી 67 છગ્ગા, 105 ચોગ્ગા નીકળ્યા છે.

Next Photo Gallery