IPL 2023: IPL પાવરપ્લેની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં ટોચ પર ભારતીય
IPLમાં હાલમાં 16મી સીઝન ચાલી રહી છે, જેની શરૂઆત 31 માર્ચે થઈ હતી. આઈપીએલમાં પાવરપ્લેમાં ચોગ્ગા અને છગ્ગાઓની વરસાદ થતી હોય છે. આઇપીએલમાં પાલરપ્લે દરમિયાનની ઇનિંગમાં સૌથી વધુ રન સુરેશ રૈનાએ બનાવ્યા છે. રૈનાએ 2014માં પાવલપ્લે દરમિયાન 87 રન કર્યા હતા.
1 / 6
આઇપીએલને આજે 18 એપ્રિલે 15 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. આઇપીએલની શરૂઆત 18 એપ્રિલ, 2008માં થઇ હતી. કેકેઆર અને આરસીબીની મેચ સાથે 2008માં આઇપીએલની શરૂઆત થઇ હતી. ત્યારથી આઇપીએલમાં ઘણી મેચમાં ફોર અને સિક્સનો વરસાદ થયો છે. નજર કરીએ આઇપીએલ પાવરપ્લેની એક ઇનિંગમાં સૌથી વધુ રન કરનાર ખેલાડીઓ પર.
2 / 6
આઇપીએલમાં પાવરપ્લેની એક ઇનિંગમાં સૌથી વધુ રન કરનાર ખેલાડીઓમાં ટોચ પર ભારતીય ખેલાડી સુરેશ રૈના છે. સુરેશ રૈનાએ આઇપીએલ 2014માં પાવરપ્લેમાં 87 રન કર્યા હતા, જે અત્યાર સુધીના આઇપીએલ ઇતિહાસનો સૌથી વધુ સ્કોર છે. રૈનાએ આ સ્કોર પંજાબ સામે કર્યો હતો.
3 / 6
પાવરપ્લેની એક ઇનિંગમાં સૌથી વધુ રન કરવામાં બીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ છે. એડમ ગિલક્રિસ્ટે વર્ષ 2009માં પાવરપ્લેમાં 74 રન બનાવ્યા હતા. ગિલક્રિસ્ટે આ સ્કોર દિલ્હી સામે નોંધાવ્યો હતો.
4 / 6
પાવરપ્લે દરમિયાન એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનારમાં બીજો ભારતીય છે ઇશાન કિશન. ઇશાન કિશન હાલમાં આઇપીએલ 2023માં મુંબઇ ઇન્ડીયન્સ માટે રમી રહ્યો છે. ઇશાન કિશને વર્ષ 2021માં પ્રથમ 6 ઓવરમાં જ 63 રન બનાવ્યા હતા. ઇશાને આ સ્કોર હૈદરાબાદ સામે કર્યો હતો.
5 / 6
ડેવિડ વોર્નર આઇપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો છે અને ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. ડેવિડ વોર્નરે વર્ષ 2017માં પાવરપ્લેમાં 62 રન બનાવ્યા હતા. આ સીઝનમાં ડેવિડ વોર્નરની ટીમ દિલ્હી પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે. વોર્નેર આ સ્કોર કેકેઆર સામે કર્યો હતો.
6 / 6
ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર અને હાલની આઇપીએલ 2023માં ચેન્નઇ સુપર કિંગ્સની ટીમનો મહત્વપૂર્ણ ભાગ મોઇન અલી પણ આ લિસ્ટમાં સામેલ છે. મોઇન અલીએ આઇપીએલ 2022માં પાવરપ્લે દરમિયાન 59 રન બનાવ્યા હતા. મોઇન અલી તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે અને સ્પિન બોલિંગ પણ કરે છે. મોઇને આ સ્કોર રાજસ્થાન સામે કર્યો હતો.