
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પણ દિલ્હીની જેમ 3 જીત મેળવી શકી છે. હૈદરાબાદની ટીમ 6 પોઇન્ટ સાથે 9માં સ્થાન પર છે. એડન મારક્રમની ટીમ પ્લેઓફમાં પહોંચશે કે નહી તે એક મોટો પ્રશ્ન છે.

સૌથી વધુ રન બનાવવાની લિસ્ટ પર નજર કરીએ તો 47 મેચ બાદ હૈદરાબાદનો બેટ્સમેન ટોપ 30 માં પણ નથી. હૈદરાબાદ તરફથી સૌથી વધુ રન રાહુલ ત્રિપાઠીએ બનાવ્યા છે. ત્રિપાઠીએ 190 રન બનાવ્યા છે. તેનો સર્વાધિક સ્કોર 74 છે.

હૈદરાબાદના હૈનરિક ક્લાસને 7 મેચમાં 189 રન કર્યા છે. તેનો સૌથી વધુ સ્કોર 53 નોટઆઉટનો રહ્યો છે. તેબાદ મયંક અગ્રવાલે 189 રન બનાવ્યા છે. તેનો હાઇએસ્ટ સ્કોર 49નો રહ્યો છે.

હૈરી બ્રુક જેને હૈદરાબાદે 13.25 કરોડમાં ખરીદ્યો હતો. તેણે એક સદી ફટકારી છે પણ બાકી મેચમાં તે ફ્લોપ રહ્યો છે. એવામાં ટીમ મેનેજમેન્ટ વિચારી રહી છે કે તેને ટીમમાં રાખવો કે નહીં. બ્રુકે 9 મેચમાં 163 રન બનાવ્યા છે.