
વર્ષ 2014માં તેણે પોતાની બીજી જ વનડે મેચમાં બાંગ્લાદેશ સામે ભારત માટે શ્રેષ્ઠ બોલિંગ સ્પેલ નાંખ્યો હતો. બાંગ્લાદેશ સામે બિન્ની એ 4.4 ઓવરમાં માત્ર 4 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ દરમિયાને તેણે 2 ઓવર મેડન નાંખી હતી. આ શ્રેષ્ઠ બોલિંગ સ્પેલનો રેકોર્ડ હમણા સુધી કોઈ ભારતીય બોલર તોડી શક્યું નથી.

સ્ટુઅર્ટ બિન્નીની નેટ વર્થ લગભગ 21 કરોડ રુપિયા છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 6 મેચમાં 194 રન બનાવ્યા હતા અને 3 વિકેટ લીધી હતી. વનડે ક્રિકેટમાં તેણે 14 મેચમાં 230 રન બનાવીને 20 વિકેટ લીધી હતી. ટી-20 ક્રિકેટમાં તેણે 3 મેચ રમીને 35 રન બનાવીને 1 વિકેટ લીધી હતી.