
એશિયા કપ ફાઇનલમાં વોશિંગ્ટન સુંદરની અચાનક ટીમમાં એન્ટ્રી થઈ અને તે ફાઇનલ મેચમાં રમ્યો પણ, જેનો મતલબ એ થાય છે કે સુંદર કેપ્ટન રોહિતની વર્લ્ડ કપ ટીમની લિસ્ટમાં પહેલાથી હતો જ, પરંતુ 15 ખેલાડીઓમાં તેનું સ્થાન નિશ્ચિત હતું નહીં. હવે જો અક્ષર પટેલની ઈજા ગંભીર સાબિત થશે તો તેના સ્થાને સુંદરની વર્લ્ડ કપ ટીમમાં પસંદગી થઈ શકે છે. એટલે માટે તેનું આ સીરિઝમાં પ્રદર્શન કેવું રહે છે એના પર ટીમ મેનેજમેન્ટની ખાસ નજર છે.

આ લિસ્ટમાં સૌથી મોટું અને સૌથી ચર્ચિત નામ છે રવિચંદ્રન અશ્વિનનું. અશ્વિનની અંતિમ સમયે ટીમમાં એન્ટ્રી થઈ છે. તે સૌથી અનુભવી ખેલાડીઓમાં એક છે. વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે તેને ત્રણેય મેચમાં તક મળશે એ લગભગ નક્કી છે. જો અશ્વિન આ ત્રણ મેચમાં સારું પ્રદર્શન કરશે તો વર્લ્ડ કપ ટીમમાં તેને સ્થાન મળી શકે છે.