
કેશવ અને લારીશાની પ્રથમ મુલાકાત વિશે વાત કરીએ તો, તેઓ એક પરસ્પર મિત્ર દ્વારા મળ્યા હતા. આ પછી બંન્ને મળતા રહ્યા અને ટૂંક સમયમાં જ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા.

આ પછી, વર્ષ 2019માં કેશવે લારીશા સાથે સગાઈ કરી, પરંતુ લગ્ન માટે કોરોના મહામારીને કારણે તેને લગભગ 3 વર્ષ રાહ જોવી પડી. આ પછી કેશવે વર્ષ 2022માં એપ્રિલ મહિનામાં લગ્ન કર્યા.

લારિશાની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. લારિશા અવારનવાર તેના ફોટા અને ડાન્સ વીડિયો પોસ્ટ કરતી રહે છે. ભારતીય મૂળની હોવાને કારણે લરિશા કથક નૃત્ય પણ સારી રીતે જાણે છે.

કેશવ મહારાજનું ક્નેક્શન યુપીના સુલતાનપુરથી છે. આ સ્પિન બોલરના પિતા આત્માનંદ મહારાજે થોડા સમય પહેલા કહ્યું હતું કે તેમના વડવાઓ સુલતાપુરથી ડરબનમાં સ્થાયી થયા હતા. કેશવ મહારાજ હનુમાન જી ના ભક્ત (All photo)
Published On - 11:37 am, Sun, 20 August 23