વર્ષ 2008માં IPLની પહેલી સિઝનમાં એસ શ્રીસંત અને હરભજન સિંહ વચ્ચે મોટો વિવાદ થયો હતો. તે સમયે હરભજન મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અને શ્રીસંત પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યા હતા. મેચ સમાપ્ત થયા પછી બંને વચ્ચે કોઈ વાત પર ઝઘડો થયો. ત્યારબાદ હરભજને શ્રીસંતને થપ્પડ મારી દીધી. શ્રીસંત મેદાન પર જ રડવા લાગ્યો. આ ઘટના બાદ હરભજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
શ્રીલંકાનો ભૂતપૂર્વ ખેલાડી ચંડિકા હથુરુસિંઘે 2023ના ODI વર્લ્ડ કપ દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો કોચ હતો. તે સમયે હથુરુસિંઘે પર બાંગ્લાદેશના એક ખેલાડીને થપ્પડ મારવાનો આરોપ લાગ્યો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ બાદમાં ચંડિકા સામે કાર્યવાહી કરી અને તેમને કોચ પદેથી હટાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગને પણ થપ્પડ મારવામાં આવી હતી. વર્ષ 2002 દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચ જોન રાઈટ હતા. તે દરમિયાન ઈંગ્લેન્ડ પ્રવાસ પર સેહવાગ સતત એક જ ભૂલ કરી રહ્યો હતો અને નિષ્ફળ રહ્યો હતો, જેથી જોન રાઈટે સેહવાગને થપ્પડ મારી દીધી હતી. બાદમાં જોન રાઈટે આ બાબતમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે તેણે ફક્ત સેહવાગને ધક્કો માર્યો હતો, થપ્પડ મારી ન હતી.
ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ખેલાડી રોસ ટેલરને IPL મેચ બાદ ટીમના માલિકે થપ્પડ મારી હતી. ટેલરે આ ઘટનાનો ઉલ્લેખ પોતાની આત્મકથા 'રોસ ટેલર: બ્લેક એન્ડ વ્હાઈટ'માં કર્યો છે. 2011ની IPL મેચ દરમિયાન રોસ ટેલર રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો. રોસ ટેલર પંજાબ કિંગ્સ સામેની મેચમાં ફ્લોપ રહ્યો હતો. રોસ ટેલરે કહ્યું કે મેચ બાદ ટીમના માલિક મારી પાસે આવ્યા અને મને ત્રણ-ચાર વાર થપ્પડ મારી. જો કે થપ્પડ બહુ જોરથી મારવામાં આવી ન હતી, પણ તે મજાકમાં પણ મારવામાં આવી ન હતી.
પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર હરિસ રઉફે પોતાના સાથી ખેલાડી પર હાથ ઉપાડ્યો હતો. PSL મેચ દરમિયાન વિકેટ લીધા બાદ ઉજવણી કરતી વખતે હેરિસે કામરાન ગુલામને થપ્પડ મારી દીધી હતી. પણ કામરાને પરિસ્થિતિ સંભાળી અને હસતા-હસતા હેરિસને હળવો ધક્કો માર્યો હતો. આ પછી રઉફ પણ હસવા લાગ્યો હતો. (All Photo Credit : X / INSTAGRAM)