
આમ પણ ઓપનર ગિલ પોતાની સ્ટાઈલ અને ફેશનને લઈ ખૂબ જાણિતો છે. તે કપડા જબરદસ્ત પહેરવા ઉપરાંત ઘડીયાળ પહેરવાનો પણ ખૂબ શોખ ધરાવે છે. તેની પાસે કાંડા ઘડીયાળોનુ મોટુ ક્લેકશન છે. વિરાટ કોહલી પણ ઘણી વાર તેની ઘડીયાળને લઈ કમેન્ટ્સ કરતો હોય છે.

IPL 2023 આગામી 31 માર્ચથી શરુ થનાર છે. જેમાં પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાનારી છે. ગુજરાત ટાઈટન્સ ટીમનો ઓપનર ખેલાડી ગિલ સિઝનની શરુઆત સાથે જ એક્શનમાં જોવા મળશે. ગત સિઝનમાં પણ તેણે મહત્વની ભૂમિકા ગુજરાત ટીમને ડેબ્યૂ સિઝનમાં જીત અપવાવામાં નિભાવી હતી.