
શુભમન ગિલ ભારત માટે ટી20 સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી પણ છે. આ સિવાય તેના નામે IPLમાં પણ ઘણા રેકોર્ડ છે. તે IPL ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે સંકળાયેલો છે. તે ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ખેલાડી છે અને IPL સિઝનમાં 700 રન બનાવનાર સૌથી યુવા ક્રિકેટર પણ છે.

શુભમન ગિલ હાલમાં એશિયા કપમાં રમી રહ્યો છે. તે દરેક ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના નિયમિત સભ્યોમાંથી એક છે. તેણે હાલમાં જ એક રેકોર્ડ પોતાના નામે કર્યો અને વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 1500 રન બનાવ્યા.