
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની ફાઈનલ મેચમાં શુભમન ગિલે પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ગિલ 20 બોલમાં 39 રન બનાવી આઉટ થયો હતો. તેણે ફાઈનલ મેચમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

આઈપીએલ 2023ની 17 મેચમાં શુભમન ગિલે 157.80ની સ્ટ્રાઈક રેટથી 890 રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં 3 શાનદાર સેન્ચુરી અને 4 ફિફટી ફટકારી હતી. તેના આ શાનદાર પ્રદર્શનને કારણે તે ઓરેન્જ કેપની રેસમાં હાલ પ્રથમ ક્રમે છે.

આજે વધુ એક સેન્ચુરી ફટકારીને તે વિરાટ કોહલી અને બટલરની એક સિઝનની સૌથી વધુ 4 સેન્ચુરીના રેકોર્ડની બરાબરી કરી શક્યો હોત. જણાવી દઈએ કે વિરાટ કોહલીએ 2016માં અને બટલરે 2022માં 4 સેન્ચુરી ફટકારી હતી.

શુભમન ગિલ વધુ 11 બાઉન્ડ્રી ફટકારીને એક સિઝનમાં સૌથી વધારે બાઉન્ડ્રી મારનાર ખેલાડી બની શક્યો હોત. શુભમન ગિલે આ સિઝનમાં 118 બાઉન્ડ્રી ફટકારી છે. જોસ બટલરે 2022માં સૌથી વધારે 128 બાઉન્ડ્રી ફટકારી હતી.

શુભમન ગિલે આ સિઝનમાં 890 રન ફટકાર્યા હતા. તે વધુ 84 રન મારીને વિરાટ કોહલીને 2016નો એક સિઝનનો સૌથી વધારે 973 રનના રેકોર્ડને તોડી શક્યો હોત.ગિલ વધુ 25 રન મારીને એક જ મેદાન સૌથી વધારે રન એક સિઝનમાં બનાવનાર ખેલાડી બની શક્યો હોત. વિરાટ કોહલીએ 2016માં બેંગ્લોરના 597 રન બનાવ્યા હતા. શુભમન ગિલ એ આ વર્ષે અમદાવાદમાં 572 રન બનાવ્યા છે.