
સુરેશ રૈના: પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ ટેસ્ટ ફોર્મેટમાં એક, વનડેમાં પાંચ અને આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં એક સદી ફટકારી છે. આઇપીએલમાં સુરેશ રૈનાના નામે એક સદી છે. સુરેશ રૈનાએ આઇપીએલમાં 5528 રન કર્યા છે.

કેએલ રાહુલ: લખનૌ સુપર જાયન્ટસના કેપ્ટન કેએલ રાહુલે ટેસ્ટ ફોર્મેટમાં પાંચ સદી ફટકારી છે. જ્યારે વનડે ફોર્મેટમાં તેના નામે પાંચ અને આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં બે સદી છે. આઇપીએલમાં કેએલ રાહુલે અત્યાર સુધી ચાર સદી ફટકારી છે. કેએલ રાહુલે આઇપીએલમાં 4163 રન કર્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ આઇપીએલ સ્કોર 132 છે.