
વિરાટ કોહલીએ IPL સદી નોંધાવવાને લઈ ઈતિહાસ રચ્યો છે. કોહલીએ ગુજરાત ટાઈટન્સ સામે સદી નોંધાવતા જ તે આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધારે સદી નોંધાવનારો બેટર બન્યો છે. ક્રિસ ગેલનો રેકોર્ડ કોહલીએ તોડી દીધો છે. કોહલીના નામે 7 આઈપીએલ સદી નોંધાયેલી છે. ગેઈલના નામે 6 અને જોસ બટલરના નામે 5 સદી નોંધાયેલી છે. કેએલ રાહુલ, ડેવિડ વોર્નર અને શેન વોટ્સનના નામે 4-4 સદી નોંધાયેલી છે.

ગિલના નામે અનોખો રેકોર્ડ પોતાની ટીમને લઈ નોંધાયેલો છે. ગિલ એક માત્ર ખેલાડી ગુજરાતની ટીમનો છે, જે સદી ધરાવે છે. આમ તે ગુજરાત વતી સૌથી વધુ મોટી ઈનીંગ રમનારો ખેલાડી છે. ગિલ 104 રનની અણનમ ઈનીંગ રવિવારે રમ્યો હતો. આ પહેલા 101 રનની ઈનીંગ રમી હતી. ગત સિઝનમાં 96 અને 94 રનની ઈનીંગ રમ્યો હતો. વર્તમાન સિઝનમાં અમદાવદામં તે અણનમ 94 રનની ઈનીંગ રમીને સદી ચૂક્યો હતો.